મોદી, સ્ટાર્મર સહિતના વૈશ્વિક નેતાઓના ટ્રમ્પને અભિનંદન

મોદી, સ્ટાર્મર સહિતના વૈશ્વિક નેતાઓના ટ્રમ્પને અભિનંદન

મોદી, સ્ટાર્મર સહિતના વૈશ્વિક નેતાઓના ટ્રમ્પને અભિનંદન

Blog Article

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મર, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સહિતના વિશ્વના નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડન્ટ તરીકેના પુનરાગમન પર અભિનંદન આપ્યા હતાં. ટ્રમ્પને “મારા મિત્ર” તરીકે વર્ણવતા વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઐતિહાસિક ચૂંટણી વિજય બદલ મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને હાર્દિક અભિનંદન.

મોદીએ જણાવ્યું હતું કે હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સહયોગનુ નવીકરણ કરવા માટે આતુર છું. ચાલો સાથે મળીને આપણા લોકોના ભલા માટે તથા વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ.

વિજય નિશ્ચિત બન્યા પછી તેમના સમર્થકોને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે આ અમેરિકન લોકો માટે ભવ્ય વિજય છે. તેમણે 13 જુલાઈના હત્યાના પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ઈશ્વરે આ જ કારણસર મારો જીવ બચાવ્યો છે.

લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે ઐતિહાસિક ચૂંટણી વિજય બદલ ટ્રમ્પને અભિનંદન. હું આગામી વર્ષોમાં તમારી સાથે કામ કરવા આતુર છું. યુ.કે. અને યુ.એસ. વચ્ચે “વિશેષ સંબંધ” નવા અમેરિકન વહીવટીતંત્ર હેઠળ વધુ સમૃદ્ધ થવાનું ચાલુ રાખશે. સૌથી નજીકના સાથી તરીકે આપણે સ્વતંત્રતા, લોકશાહી અને એન્ટરપ્રાઇઝના સહિયારા મૂલ્યોની રક્ષામાં ખભા સાથે ખભા મિલાવીને ઊભા છીએ. આર્થિક વૃદ્ધિ અને સુરક્ષાથી લઈને ઇનોવેશન અને ટેકનોલોજી સુધી, હું જાણું છું કે UK-US વિશેષ સંબંધો બંને પક્ષે આગળ વધતા રહેશે.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે બુધવારે યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા કહ્યું હતું કે બંને દેશો તેમના નાગરિકોના લાભ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. જર્મની અને યુએસએ એટલાન્ટિકની બંને બાજુએ સમૃદ્ધિ અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે લાંબા સમયથી સફળતાપૂર્વક સાથે મળીને કામ કર્યું છે. અમે અમારા નાગરિકોના લાભ માટે આમ કરવાનું ચાલુ રાખીશું.

Report this page